It's over now..

આ આર્ટિકલ સંબંધો વિશેના મારા વિચારો વિશે સમજવા લેખ્યું છે કે કોઈ પણ સંબંધને ઈગોમાં છોડી દીધા પછી પસ્તાવા કરતા એકવાર માફ કરીને સાચવી લેવો જોઇએ.

Originally published in gu
Reactions 2
523
Divya modh
Divya modh 02 Jul, 2020 | 1 min read
Relationships

 

ઉપર લખેલો એક શબ્દ કેટલો નાનો છે નહી! પણ કામ કેટલું મોટું કરી શકે મહિનાઓ, ક્યારેક વર્ષો સુધી ચાલેલા સંબંધોને એક પળવારમાં પૂરા કરી નાખે. પણ એ છોડો.. મારે તો અત્યારે તોડવાની નહી પરંતુ જોડવાની વાત કરવી છે.

  હંમેશા આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે સંબંધ તોડી દેવો જેટલો સરળ છે એટલું જ મુશ્કેલ એ સંબંધને જાળવી રાખવું છે. બસ આ એક વાતે જ મારા મગજમાં બીજા નવા વિચારને જન્મ આપ્યો એ નવો જન્મેલો વિચાર કઈક આવો હતો "શું સંબંધ તોડી નાખવો ખરેખર સરળ હોય છે"?? પછી હું પોતાની પાસે જ આનો જવાબ માગવા લાગી ત્યારે મને એક જ જવાબ મળ્યો 'ના' .

   જો સંબંધને તોડવો એટલો જ સરળ હોય તો વર્ષો પહેલા કોઈ વ્યક્તિ સાથે થયેલો ઝઘડો યાદ શું કામ રહે? આપણે તો ઝઘડા વખતે કહી દીધું જ હોય છે કે હવે પતી ગયુ બધું , હું તને ક્યારેય યાદ નહી કરું, ક્યારેય તારુ નામ નહી લઉ પણ યાર આપણે એ જ વ્યક્તિ સાથેના ઝઘડાને યાદ કરીએ ત્યારે આપણે એક રીતે એ વ્યક્તિને પણ તો યાદ કરતા જ હોઈએ છીએ ને.અરે એ સમયે થયેલો ઝઘડો યાદ છે મતલબ એ વ્યક્તિ પણ યાદ છે જ બરાબર? હવે તમારા માથી કોઈ એમ પણ કહે કે આ લાગણીઓને 'યાદ ' કહેવાય. હા હું પણ જાણું છું કે આને યાદ કહેવાય  પણ તમે જ કહો કે યાદ કોની આવી શકે ? કોઈ અજાણી વ્યક્તિની યાદ આવે ખરી??યાદ એની જ આવે જેની સાથે લાગણી જોડાયેલી હોય .

 પોઈન્ટ એ છે કે ઇટ્સ ઓવર ...બોલી દેવાથી કોઈપણ સંબંધ સાવ તૂટી નથી જ જતો ઉલટું ઈટ્સ ઓવર બોલવાથી તો વાત સાવ બંધ થઈ જાય છે. નાના ઝઘડાના કારણે પણ જે વાતો થતી હતી એ પણ બંધ થઈ જાય, પછી તો ના ગુસ્સો કરવાના કે ના રિસવાના બહાના મળે . બની શકે કે બંને વ્યક્તિઓને એકબીજાની યાદ આવતી હોય પણ પહેલ કોણ કરે ? બંને વિચારમાં અને ઈગોમાં રહી જઈએ અને અંતમાં અફસોસ સિવાય કઈ જ ન મળે.

માટે કોઈપણ સંબંધને " IT'S Over" કહેતા પહેલા એકવાર "It's Ok" જરૂર કહી જોજો . કદાચ એક સારો સંબંધ ખોઈ બેસતા બચી જશો.

  મારો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિએ અપમાન સહીને પણ સંબંધ ને તોડવો ન જોઈએ ક્યારેક એવું પણ બને કે જે સંબંધને આપણે સાચવતા હોઈએ એ સંબધમાં આપણો રોલ માત્ર એક રમકડાં જેવો જ માનવામા આવતો હોય.  આવી સ્થિતિમાં આપણે એ સંબંધને સાવ ભુલાવી દેવો જ બરાબર છે . પણ નાના નાના ઝઘડા જ્યાં માફ કરી શકાય ત્યાં માફી આપીને સબંધો જાળવી લેવા જોઈએ.

 

2 likes

Published By

Divya modh

divyamodh

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

  • VRINDA S. CHAUHAN · 3 years ago last edited 3 years ago

    Amazing. :)

  • Divya modh · 3 years ago last edited 3 years ago

    Thank you VRINda s. CHAUHAN

Please Login or Create a free account to comment.