એક પુત્ર નો પિતાને પત્ર !

અમને ગર્વ છે અને ખુશ નસીબ છીએ કે ભગવાને તમને અમારા પિતા રૂપે સાથે આપ્યા અને અમેન ખુશનસીબ છીએ કે અમે તમારા સંતાન છીએ ભલે તમે આજ સુધી રૂપિયો નથી કમાયા પણ તમે જે સંસ્કાર રૂપી જે દૌલત આપી છે તેના કરતા મોટું કંઈજ નથી અમારી માટે.

Originally published in gu
Reactions 1
2093
Tejeshwar Pandey
Tejeshwar Pandey 23 Jun, 2020 | 1 min read
#writer #life #care iloveyoupapa #alwayshappy #Dad #dilsedilkibaat #truestory #lifelesson #papa

✍ એક પુત્ર નો પિતાને પત્ર ...!!

*નમસ્તે પપ્પા

*તમેન થોડુક દિલ ની વાતો કહેવી છે.

પપ્પા પહેલા તમે મારા મન ની વાત વાચી લેજો પછી તમારે અમને જે કહવું હોય તે કહેજો બસ અમને તમારો સાથ જોઈએ બીજું કંઈજ નૈ..!

આમારી ભૂલ શું છે એ અમને બતાવો પ્લીઝ અને તમે પહલા તો આવા નહિ હતા પણ હવે કેમ આવા બદલાયેલા લાગો છો અમારાથી નારાઝ થઇ ગયા છો એમ અમને લાગે છે. શું અમે તમને સાથ નથી આપતા શું અમે આવી તો કઈ ભૂલ કરી છે કે તમે આમ દૂર દૂર રહો છો. પહેલા તમે ગમે તેટલી મોટી તકલીફ કેમ નાં હોય તમે અમને કહેતા હતા પૂછતા હતા કે કઈ રીતે કરીએ શું કરીએ પણ હવે મારા થી આવી તો કઈ ભૂલ થઇ છે કે તમે આમ દૂર દૂર રહો છો ગુસ્સે થયા કરો છો શું અમે તમારું નામ સાચવવા માટે મેહનત નથી કરતા શું આજ સુધી અમે તમારા બતાવેલા સત્યના પથ પર નથી ચાલ્યા બોલો પપ્પા અમારી ભૂલ શું છે ? એટલું કહી દો અમે તમારા બાળકોજ છીએ ને પપ્પા અમારે કમાવવું હોય તો ખુબ રૂપિયા કમાઈ શકીએ છીએ પણ અમે તમારા થીજ શીખ્યા છીએ કે ખોટા કામોના પૈસા તમને સગવડ તો આપી શકે છે પણ પરિવાર ની શાંતિ અને સુંદરતા સુખ શાંતિ ને બગાડી નાખે છે અમે આજે પણ ખુબ મહેનત કરીએ છીએ. વ્યાપાર માં અમે વિશેષ ધ્યાન ત્યાં આપીએ છીએ કે તમારું નામ સચવાઈ રહે તમે આજ સુધી જે નામ બનાવ્યું છે જે સંસ્કાર આપ્યા છે અમને બસ તેને સાચવવા ની કોશિશ કરીએ છીએ અમે તમારી જેમ મેહનત તો નથી કરી સકતા અને નહિ તમારી જેમ બની સકવાના છીએ પણ આટલો વિશ્વાસ રાખો કે અમે જે કઈ પણ કરીશું એમાં બસ તમારું નામ જળવાઈ રહેશે અને લોકો કહશે કે નાં સાહેબ તમે છોકરાઓ ને ખુબ સારા સંસ્કાર આપ્યા છે વાહ વાહ. 

પપ્પા અમારી તમને દિલ થી બસ એકજ વિનંતી છે અને કહવું છે કે બસ તમે અમારી સાથે ખુશ રહો મસ્ત રહો અને અમારી ભૂલો ને સુધારતા રહો અમે ગમેતાતાલા નાલાયક કેમ ના હોઈએ પણ છેવટે તો તમારા બાળકોજ ને પપ્પા તમે અમને અમારા થી નારાજ કે આવી રીતે દૂર દૂર રૂઠેલા નાં રહો બસ અને હા એક કાશ મારા મનની વાત કે હું માનું છું કે મેં મારી મરજી થી લગ્ન કરી રહ્યો છુ દહેજ નથી લેતો પણ પપ્પા એમાં આપનુજ નામ ઊંચું થશે અને લોકો મારું નામ લેવા ના બદલે તમને કહશે કે વાહ સાહેબ તમે સારા સંસ્કાર આપ્યા છે તમારા વિચાર બહુ ઊંચા છે કે અને તમે ખુબ મહાન છો કે એકપણ રૂપિયા કે દહેજ વગર કઈ લેવડ દેવળ વગર તમે લગ્ન કર્યા છે ખુબ સરસ અને સમાજ માં આવી રીતે એક મેસેજ જશે કે નાં લગ્ન કરો તો આમાંની જેમજ કરો એમની જેમ વિચાર કરતા સીખો અને એ છોકરી જે લક્ષ્મી બની ને આવશે આપણા ઘરે તે કેટલી ખુશ રહેશે અને હું માનું છું ત્યાં સુધી ઘરની લક્ષ્મી માં - વહુ જો ખુશ રહેશે તો ઘરમાં સુખ શાંતિ સમ્રુધી બની રહેશે કારણ કે ઘરની સાચી લક્ષ્મી તો આપડી સુખ શાંતિ જ છે બીજું કઈ નઈ. પપ્પા અમને દુનિયા સમાજ નો ભલે તમારા જેટલો અનુભવ નથી પણ અમે અત્યાર સુધી દુનિયાને સમઝવાની અને અનુભવ કરવાની કોશિશ કરી છે અને જીવનમાં કાચા પાકા રસ્તા ઘણા જોયા પણ એટલું શીખ્યો કે કોઈ ગમે તે કહે ગમે તેટલું તમારું ખરાબ કરે પણ જો પરિવાર સાથે રહેશે તો હમેશા ખુશ રહેશો અને મસ્ત રહેશો એનું કોઈ કાંઈજ બગાડી નહિ શકે. અને જે પરિવાર માં હંમેશા ખુશી રહે છે પરિવાર એકસાથે એકજુટ રહે છે જે પરિવાર માં બધા સાથે રહે છે હમેશા ખુશ રહે છે તે હમેશા તરક્કી કરે છે અને સમૃધી પામે છે અને આવા પરિવાર જોડે હમેશા ભગવાન સાથેજ રહે છે.

અમને ગર્વ છે અને ખુશ નસીબ છીએ કે ભગવાને તમને અમારા પિતા રૂપે સાથે આપ્યા અને અમેન ખુશનસીબ છીએ કે અમે તમારા સંતાન છીએ ભલે તમે આજ સુધી રૂપિયો નથી કમાયા પણ તમે જે સંસ્કાર રૂપી જે દૌલત આપી છે તેના કરતા મોટું કંઈજ નથી અમારી માટે.

જો મારા કેહવામાં સમજવામાં કોઈ ભૂલ થઇ ગઈ હોય તો માફ કરજો તમારો નાલાયક નાસમજ પુત્ર... નમસ્તે..!

@ તેજેશ્વર પાંડેય ( તેજ્કુશ ) !

1 likes

Published By

Tejeshwar Pandey

Tejkushkikalamse

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

  • Kumar Sandeep · 3 years ago last edited 3 years ago

    भावपूर्ण

  • Tejeshwar Pandey · 3 years ago last edited 3 years ago

    shukriya Kumar Sandeep sir ji

Please Login or Create a free account to comment.